News & Events Details

Date Program detail Organizer Venue
28/08/2021 "બહેતર પર્યાવરણ માટે ઉર્જાબચત" community science center community science center

Download Brochure

Event Description

જાહેર આમંત્રણ

ભારતમાં દર વર્ષે 20 મી ઓગસ્ટ રોજ સ્વ. રાજીવ ગાંધીની યાદમાં અક્ષય ઉર્જા દિવસની ઉજવણી કરવામાં આવે છે અક્ષય ઉર્જા દિનની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ગુજરાત સરકાર પ્રેરિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, વડોદરા દ્વારા આયોજીત લોક વિજ્ઞાન ભવન ખાતે "બહેતર પર્યાવરણ માટે ઉર્જાબચત" કાર્યક્રમનું તા. 28/08/2021, શનિવાર બપોરે  3:00 થી 4:30 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય પુનઃપ્રાપ્ય ઉર્જાનો સંદેશ ઘરે ઘરે પહોંચે જેમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા  તથા ભરતી ઓટ ઉર્જાની ઓળખ કરી દૈનિક જીવનમાં ઉપયોગ કરતા થાય તેવી ઝૂંબેશ ચલાવવી. તથા ઉર્જાના બિન જરૂરી વપરાશને ટાળવાનો છે જેથી ભવિષ્યમાં ઉર્જાના સ્ત્રોતોને બચાવી શકાય. ઉર્જાના નીતિમય અને શાણપણ ભર્યો ઉપયોગ કરી ઉર્જા સભાન, ઉર્જા શાણા સમાજના નિર્માણનો છે તેવા ઉમદા આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વિગત માટે સંપર્ક : દિનેશ ગાંધી (મો) ફોન નં. 0265-3576910 (મો) 9825916874

                                           શ્રીમતી હર્ષાગીની યાજ્ઞિક (મો) 9879732645 

ખાસ નોંધ : કાર્યક્રમ સમયસર શરુ કરવાનો હોઈ, સૌએ અચૂક ઉપસ્થિત રહેવા આમંત્રિત કરીએ છીએ

આપના હકારાત્મક પ્રત્યુત્તરની આશા સહ,

દિનેશ ગાંધી

કાર્યક્રમ સંયોજક,

લોક વિજ્ઞાન કેન્દ્રવડોદરા